મુંબઇ,તા.૨૭
દેશના અમુક વિસ્તારોમાં પેટ્રોલિયમ કોકના ઉપયોગ અને તેના વપરાશ ઉપર નિયંત્રણો પરત્વે વધતી જતી ચિંતાને કારણે આગામી થોડા મહિનાઓમાં દેશમાં કોલસાની કટોકટી ઉગ્ર બનવાની ધારણા છે, એમ માહિતગાર સૂત્રોએ જણાવ્યું હતું.
વીજળીના ઉત્પાદન માટે કોલસાનો ઉપયોગ કરનારાઓને સૌથી વધુ અસર થશે કેમ કે તેમણે કોલસાની આયાત ઉપર નિર્ભર રહેવું પડે છે.
દેશમાં છેલ્લા ચાર મહિનાથી કોલસાની ભારે અછત છે. કોલ ઈન્ડિયા લિમિટેડે (સીઆઇએલ) એપ્રિલથી લઇને ગયા સપ્તાહ સુધીમાં કોલસાના પુરવઠામાં ૮.૩ ટકાનો વધારો કર્યો હતો. નવેમ્બરમાં રોજીંદા ૨૪૦ રેક ભરવામાં આવતા હતા જે સામે ગયા વર્ષે આ સંખ્યા ૨૧૦ રેન્કની હતી. આ મહિનાથી કોલસાના રોજિંદા ઉપાડ અને ઉત્પાદનમાં પણ સુધારો થયો છે.
જોકે, ઓકટોબર સુધીમાં ગ્રિડ આધારિત વીજળીનું કુલ ઉત્પાદન ૪.૪૨ ટકા વધ્યું હોવાથી વીજળીની માગમાં કોઇ ખાસ ઉછાળો જોવાયો નહોતો.
ઓકટોબરમાં હાઇડલ વીજળી ઉત્પાદનમાં ૪.૬ ટકાનો ઘટાડો જોવાયો હતો. ભૂતાનમાંથી આયાતમાં ૮.૮૫ ટકા અને અણુ ઊર્જાના ઉત્પાદનમાં ૮.૮૩ ટકાનો ઘટાડો થયો હતો. સરકારી હસ્તકની કંપનીઓને આયાત ઘટાડવા અને સ્થાનિક કોલસા ઉપર નિર્ભરતા વધારવા ગયા વર્ષે સરકારે જણાવ્યું હતું. આથી, એપ્રિલ – ઓકટોબર દરમિયાન થર્મલ કોલસાની આયાતમાં ૧.૧ કરોડ ટનનો ઘટાડો થયો હતો.
સ્ટીલ અને સિમેન્ટ ક્ષેત્રો ઓછી માગના તબક્કામાંથી પસાર થઇ રહ્યા હોવાથી અને ૨૦૧૬ના વર્ષમાં આ ક્ષેત્રોમાં ઉત્પાદન ક્ષમતા વધુ હોવાથી ૨૦૧૫થી બંધ પડેલી કોલસાની ખાણોના પુરવઠાની સત્વર અસર જોવા મળી ન હતી. બિનઊર્જા વપરાશકારો આયાત વધારશે તેને પરિણામે આવનારા નજીકના સમયગાળામાં દેશમાં કોલસાની તીવ્ર અછત વર્તાય એવું લાગી રહ્યું છે. પેટ્રોલિયમ કોકના વપરાશ ઉપર પ્રતિબંધને કારણે આયાતી કોલસાની માગમાં ઝડપી ઉછાળો આવશે.
source : sandesh
No comments:
Post a Comment