Wednesday, 29 November 2017

આ છે ભારતનું ફ્રાંસ, તમે જોયું કે નહીં?

સામાન્ય રીતે ગુજરાતીઓ ગરમીથી બચવા ઉત્તરાખંડ જેવા ઠંડકવાળી જગ્યાએ જતા હોય છે પણ ડિસેમ્બરની ઠંડીમાં જો તમારે કોઇ ગરમ, ખુશનુમા સ્થળની મુલાકાત લેવી હોય તો ભારતનું ફ્રાંસ કહેવાતા પેંડિચેરીની મુલાકાત ખાસ લેવા જેવી છે. અહીં મોટા ભાગની ઇમારત, સંસ્કૃતિ તમને ફ્રાંસના શહેરાની યાદ અપાવશે. એટલું જ નહીં અહીંના લોકો પણ ફ્રાંસ સરળતાથી બોલી જાણે છે. 

ગરમીની મોસમમાં આપણે ઠંડકનો આનુભવ મેળવવા માટે તેવા સ્થળોએ ફરવા જઈએ છીએ જો તમારે ઠંડીમાં ગરમીનો આનંદ માણવો હોય તો પહોચા જાવ પોંડિચેરી.પોંડિચેરીમાં પહોચતા જ તમને ફ્રાસમાં પહોચ્યા હોવ તેવો અનુભવ થશે.અહિંના રસ્તાઓના નામ ફ્રાંસના રસ્તાઓના નામ જેવા અને ફ્રાંસના વસ્તુશિલ્પો જોવા લાયક છે. તેની જ સાથે અહીના લોકો બહુ સરળતાથી ફ્રાંસ ભાષા બોલતા જોવા મળશે. ત્યારે જો તમે આ રજાઓમાં પોંડિચેરી જવાનો પ્લાન બનાવી રહ્યા હોવ તો આ આર્ટીકલ ખાસ વાંચજો. કારણ કે અમે અહીં તમને પોંડિચેરીમાં જોવા લાયક તમામ ખાસ જગ્યાઓ વિષે જણાવીશું...

પ્રકૃતિ અને ઇતિહાસનો સંગમ 

તમિલનાડુ(ચેન્નય)ની દક્ષિણ તરફ 160કિ.મી.દૂર પોંડિચેરી આવેલુ છે. પોંડિચેરીનું મુખ્ય આકર્ષણ ભારતીય સંસ્કૃતી અને ફ્રાંસના ઉપનિવેશનો અદ્વિતિય સંગમનું પ્રતિબિંબ છે. ઈમારતો,ચર્ચો અને મૂર્તિઓ પોંડિચેરીના આકર્ષણમાં મહત્વનું યોગદાન આપે છે. એટલું જ નહીં અહીંના રેસ્ટોરન્ટમાં તમે સરળતાથી ફ્રેંચ ફૂડ મેળવી શકો છો. વળી અહીંનો સૂર્યોદય અને સૂર્યોસ્ત તમે વર્ષો સુધી નહીં ભૂલી શકો તેટલો અદ્ધભૂત છે. ભુરી માટી પછી જે પીળા રંગની જમીન દેખાય છે તે વાત્સવમાં સમુદ્ર છે જેમાથી બહાર આવતો લાલ રંગનો સુર્ય તમારા મનને એક અલગ જ પ્રકારની શાંતિ આપશે.સુર્યોદયના આ અનુભવને પોંડિચેરીમાં માણવાનુ ન ભુલતા. 

અરવિંદો આશ્રમ 

શ્રી અરવિંદો આશ્રમ પોંડિચેરીથી 5 કિ.મીની દૂર આવેલો છે. તમિલનાડુના મહત્વના સ્થળોમાં આ આશ્રમનો સમાવેશ થાય છે. આશ્રમને માં ના રૂપ તરીકે પણ ઓળખવામાં આવે છે. મીરાં ઉલ્ફાસા અને દાર્શનિક શ્રી અરવિંદ યોગી, ગુરુ અને કવિએ તેની સ્થાપના કરી હતી. વિશ્વમાંથી લોકો અહીં આધ્યાત્મ જ્ઞાનની શોધમાં આવે છે. તમે આધ્યાત્મિકતામાં ના પણ માનતા હોવ તેમ છતાં આ આશ્રમ એક વાર જોવા જેવો 


એરુવેલા
પોંડિચેરીથી 8 કિ.મી દૂર ઉતર-પશ્ચિમ દિશા તરફ ઑરોવિલે શહેર આવેલુ છે. આ શહેર ત્યારે જાણીતુ બન્યુ જ્યારે શ્રી અરવિંદો માટે તે સ્થળે 28 ફેબ્રુઆરી,1968ના રોજ સ્પિરિચુઅલ કૈલૌબેટનુ નિર્માણ કરવામાં આવ્યુ. તેનુ એક માત્ર લક્ષ્ય એ હતુ કે દુનિયા ભરના લોકો ત્યાં આવે અને શાંતિ મેળવે. આ ઉપરાંત અહીં અલગ-અલગ પ્રકારની વર્કશોપ અને થેરેપી પણ આપવમાં આવે છે

સમુદ્ર કિનારો 

જો તમે સમુદ્ર કિનારાઓ પર મસ્તી કરવા માગો છો તો અહીના બીચ આ માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. પોડિંચેરીમાં મુખ્ય ચાર બીચછે.પ્રોમિનેટ બીચ,પેરાડાઇશ બીચ, અરોવલે બીચ, સૈરીનીટી બીચ. અહીયા ભારતના અન્ય બીચનીસરખામણી એ ઓછા લોકો જોવા મળે છે. સાથે જ એકદમ સાફ કિનારો જોવા મળે છે. તો તમે તમારી રજાઓને યાદગાર બનાવી શકો છો

ખાન-પાન 

જો તમે દરિયાઈ ખોરાકના શોખીન છો તો આ જગ્યા તમારા માટે સ્વર્ગથી ઓછી નથી. આ સિવાય અહી તમે પારંપરિક દક્ષિણ ભારતીય ખોરાક જેવા કે ઈટલી-ઢોસા અને ફ્રેંન્ચ અને ઇટાલીયન ફૂડનો પણ આનંદ માણી શકો છો

ચર્ચ 
પોંડિચેરીમાં કુલ 32 ચર્ચો આવેલી છે જેમાં લેડી એજ્લસ ચર્ચ, સ્કેડ હોટ ચર્ચ, ડુબ્લેકસ ચર્ચ, બેસ્લિકા ઑફ સ્કેર્ડ હોટ ઓફ જીજસ જેવા ઘણા મોટા અને જુના ચર્ચો અહીંની અદ્ઘભૂત સ્થાપ્તય કલાને બતાવે છે

ફ્રેન્ચ વૉર મેમૉરિયલ 

પ્રથમ વિશ્વ યુદ્ધમાં શહીદ થયેલા સૈનિકોની યાદમાં અહીં તમને ચાર સ્તંભોને જોઈ શકાય છે. તેનાથી થોડી દૂર સ્ટેચ્યુ ઑફ ડૂપ્લેક્સ આવેલુ છે. જે જોસેફ ફ્રાંસસિસ્કોની યાદમાં બનાવવામા આવ્યુ હતું.

ઑલ્ડ લાઈટ હાઉસ 
વર્ષ 1836માં બનાવવામાં આવેલુ લાઈટ હાઉસ પોડિંચેરીના લોકપ્રિય સ્થળોમાંનું એક છે. પોંડિચેરી આવતા લોકો આ સ્થળે જરૂર આવે છે.

સ્કુબા ડાઈવિંગ 
જો તમે સારા તરણબાજ છો તો તમે પોંડિચેરી એક વખત જરુર સ્કુબા ડાઈવિંગ કરવી જોઈએ. આ માટે ફેબ્રુઆરી થી એપ્રિલ અને સપ્ટેમ્બર થી નવેમ્બરનો સમયગાળો ઉત્તમ છે. અનેક લોકો તેમના બાળકો સ્કૂબા ડ્રાઇવિંગ શીખવવા માટે અહીં લાવે છે.

પોંડિચેરી સંગ્રાહાલય 
પ્રાચીન સમયમાં પોંડિચેરી ફ્રાંસ, બ્રિટેન અને ડચ પ્રજાના આધિપ્તયની નીચે રહ્યું છે. આ સંગ્રહાલયમાં એ સમયના જ કેટલાક અગત્યના દુર્લભ દસ્તાવેજ અને વસ્તુઓને જોઈ શકાય છે. તો જો તમે ઇતિહાસને જાણવામાં રસ ધરાવો છો તો તમે આ જગ્યાની મુલાકાત લઇ શકો છો.

ચુનાંવર બોટ 
જો તમે તમારા પાર્ટનર સાથે સમુદ્રની સફર કરવા માંગો છો તો ચુનાવર બોટ હાઉસ જઈને સ્પીડ અથવા રેગ્યુલર બોટ લઈ ને પેરારાઈડના દરિયાની હવાનો આનંદ માણી શકો છો.

ઑસ્ટેરી
પોંડિચેરીથી લગભગ 10 કિ.મી દુર આવેલા તળાવના કિનારે પક્ષીઓની વચ્ચે તમે સમય પસાર કરી શકો છો. આ તળાવ એવા લોકો માટે સ્વર્ગ છે જે વિદેશી પક્ષીઓને જોવા માંગતા હોય. આ ઉપરાંત તળાવમાં નૌકા વિહાર પણ પ્રસિદ્ધ છે

અરીકા મેડુ 

પોંડિચેરીથી 7 કિ.મી પર અરીકામેડુ આવેલુ છે. મોર્ટિમર વ્હિલરની સ્થાપ્તયની સુંદર રચના કરેલી તમને અહીં જોવા મળશે. જેમાં એક જ સ્થિત વસ્તુ ચમત્કાર છે. તેને અરીકામેડુ, મેડી અથવા પોડકે ના નામથી પણ ઓળખવામા આવે છે. સેરેમિર ટાઈલ્સના ટુકડાની સજાવટ, માટીના વાસણો અને કાચના ટુકડા પણ અરીકામેડુ અને પોડિંચેરી સંગ્રાલયમા આવેલા છે

By : Kajal Maru


No comments:

Post a Comment