ઓસ્ટ્રેલિયાની સરકારે વિશ્વમાં સૌ પ્રથમ ફેશિયલ રિકગ્નાઈઝેશન ટેકનિકનો બેન્કો અને ટેલીકોમ ક્ષેત્રમાં આરંભ કરવાની યોજના ઘડી કાઢી છે. ઓસ્ટ્રેલિયાના એટર્ની જનરલે પણ વર્ષ 2018થી બેન્કો તેમજ ટેલિકોમ ક્ષેત્રમાં ફેશિયન રિકગ્નાઈઝેશન ટેકનિકનુ પરીક્ષણની શરૂઆત કરવાના સંકેત આપ્યા છે.
ઠગાઈથી બચવા અને ગ્રાહકોની ઓળખ-ચકાસણીમાં આ ટેકનિક ભારે કારગત સાબિત થશે, તેમ મનાય છે. લાઈસન્સ અને પાસપોર્ટ બનાવતી વખતે ફોટો પડાવવા જેવી પ્રક્રિયાનો આ ટેકનિકમાં અમલ થાય છે.
ઓસ્ટ્રેલિયાની સરકારે પ્રાઈવસીને અકબંધ રાખવા માટે આ મહત્વનું પગલું ભર્યું છે. ઓસ્ટ્રેલિયા સરકાર વિશ્વને દર્શાવવા માગે છે કે પ્રાઈવસીની બાબતમાં તે સૌથી આગળ છે.
No comments:
Post a Comment