રિલાયન્સ જિયોએ પોતાના 4G ફીચર ફોનનું બુકિંગ ફરીથી શરૂ કર્યું છે. ન્યુઝ એજન્સીએ સૂત્રોના માધ્યમથી જણાવ્યું કે, અત્યારે તે જ લોકો બુકિંગ કરી શકે છે જેમણે પહેલા જિયો ફોન ખરીદવામાં રસ દાખવ્યો હતો.
સુત્રોના જણાવ્યા મુજબ, કંપનીએ સંભવિત ગ્રાહકોને મેસેજ મોકલવામાં આવ્યો છે, જેમણે આ ફોન ખરીદવા માટે અભિપ્રાય વ્યક્ત કર્યો છે. JIOના એક ચેનલ પાર્ટનરના જણાવ્યા મુજબ, જેમણે પણ 500 રૂપિયા જમા કરાવીને બુકિંગ કરવાની ઈચ્છા બતાવનારને લિંક મોકલવામાં આવી છે. તે પછી તેમને JIOફોનની તારીખ વિષે જણાવવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે જુલાઈમાં લગભગ એક કરોડ લોકોએ જિયો ફોન ખરીદવામાં રસ દાખવ્યો હતો. આ લોકોને કંપની તરફથી એક મેસેજ મોકલવામાં આવ્યો છે. જો કે કંપનીએ હજી આ બાબતે કોઈ જાણકારી નથી આપી. ઓગસ્ટમાં પહેલા ચરણના બુકિંગમાં 60 લાખ પ્રી-બુકિંગ કરવામાં આવ્યા હતા. આ ફોનની કિંમત 1500 રૂપિયા છે અને કંપનીનો દાવો છે કે 3 વર્ષ પછી ફોન પાછો આપવા પર આ પૈસા પાછા આપવામાં આવશે.
By : sandesh
No comments:
Post a Comment