આજે અમે તમને એવા રિસોર્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની તમે મુલાકાત લઈ તમારા પાર્ટનર સાથે યાદગાર પળ માણી શકો છો.
ટૂંક સમયમાં તમારા લગ્ન થવાના હોય અને તમે તમારા જીવનસાથી સાથે ક્યાંક બહાર ફરવા જવા માટે કોઈ સારી જગ્યાની શોધમાં હોવ તો કદાચ આ લેખ વાંચ્યાં પછી તમારી શોધ પૂરી થઈ જશે. આજે અમે તમને એવા રિસોર્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની તમે મુલાકાત લઈ તમારા પાર્ટનર સાથે યાદગાર પળ માણી શકો છો. આ પ્લેસમાંના કેટલાક પ્લેસ તો એવા છે જ્યાં તમે કોઇ પણ પ્રકારના ડિસર્બેન્સ વિના અરસપરસની સાથે સમય વીતાવી શકો છો અને તમારા જીવનમાં અલગ જ આનંદ અનુભવ કરી શકો છો. આ પ્લેસ તમારા સંબંધોમાં નવી તાજગી લાવે છે અને સાથે તમારા રોમાન્સમાં પણ વધારો કરે છે. આજે અહીં કપલ્સના રોમાન્સમાં વધારો કરનારા એવા જ પ્લેસની વાત કરવામાં આવી છે જે તેમને શાંતિની સાથે આરામ પણ આપે છે. અહીં તેઓ અરસપરસને સમય આપી શકે છે અને સાથે જ જીવનમાં રોમાન્સ પણ ભરી શકે છે.
(1). ધ લલિત રિસોર્ટ એન્ડ સ્પા, કેરળ
અહીંની ખાસિયત છે કે તમે રિસોર્ટની ઓફર પ્રમાણે તમે તમારા સમયને એન્જોય કરી શકો છો. આ રિસોર્ટ મેન મેડ લેક, પુલ્સ અને લોબીની સાથે કેરળ સ્ટાઇલ બિલ્ડિંગની યાદ અપાવે છે. અહીં સુંદર બ્રેકફાસ્ટ પણ મળી રહે છે.
(2). વાઇલ્ડફ્લાવર હોલ, હિમાચલ પ્રદેશ
શિમલાની પાસે આવેલું આ પ્લેસ અહીંના આર્કિટેક્ચર માટે જાણીતું છે. અહીં તમે હિલ્સની સાથે બરફની મજા પણ લઇ શકે છે. અહીં ઇન્ડોર ગરમ પુલ્સ અને આઉટડોર જકુઝીની તથા હિમાલયની મજા લઇ શકાય છે. તમે તમારા રોમાન્સને સારી રીતે ચાન્સ આપી શકો છો. અહીંનુ વાતાવરણ કપલ્સને આકર્ષે છે અને સાથે જ અહીં તમે તમારા સમયને સારી રીતે માણી શકો છો.
(3). રિ કિન્ઝાય રિસોર્ટ, શિલોંગ
જો તમે શિલોંગની મુલાકાત લેવાનો પ્લાન કરી રહ્યા હોવ તો તમારા માટે આ બેસ્ટ પ્લેસ હોઇ શકે છે. અહીં તમે પ્રકૃતિથી દૂર રહીને સીટીની મુલાકાત પણ લઇ શકો છો. હોટલની બાલક્નીમાંથી તમે વાદળોની સાથે સૂરજની પણ મજા માણી શકો છો. આ રિસોર્ટને એક અલગ જ રીતે તૈયાર કરવામાં આવ્યું છે. બોટ શેપના રૂફની સાથે અહીં ખાસી સ્ટાઇલ ફેમસ છે. આ રૂફ પ્રસિદ્ધ છે અને પાણીની મજા પણ લઇ શકાય છે.
(4). બેરફૂટ એટ હેવલોક, અંડમાન આઇલેંડ
જો તમે અહીં પ્રવાસ પર નીકળા છો તો આ સિવાય બેરફૂટ તમારા માટે ઉત્તમ પસંદગી હોઇ શકે છે. આ રિસોર્ટ એવી જગ્યાએ છે જ્યાં તમે સરળતાથી રહી શકો છો અને સાથે જ ટીવી, નેટવર્ક અને બુક્સની કોઇ સુવિધા મળતી નથી. અહીં તમને સારું ફૂડ મળી રહે છે અને સાથે જ તમે પબ્સની મજા પણ લઇ શકો છો. આ હોટલમાં 19 કોટેજ છે અને સાથે જ અહીં મટિરિયલ ફીચર્સ અને આર્કિટેક્ચરની સુવિધા પણ મળી રહે છે.
(5). ઘ માચાન લોનાવાલા
અહીં કપલ્સને માટે તમામ સુવિધાઓ સરળતાથી મળી રહે છે. ટેસ્ટી અને ફ્રેશ ફૂડની સાથે બાથરૂમ પણ ઘણા મોટા હોય છે અને સાથે ટ્રાન્સપરન્ટ રૂફની સુવિધા હોટલ દ્વારા આપવામાં આવે છે. અહીં ઇકોફ્રેન્ડલી રિસોર્ટ અને સાથે જ 30-45 ફૂટની ઊંચાઇ સુધીના ઝાડ પણ જોવા મળે છે. 25 એકળ સુધીના વિસ્તારમાં જંગલપ્રદેશ જોવા મળે છે. આ પ્રકારનું વાતાવરણ ટૂરિસ્ટને ખૂબ જ આકર્ષે છે અને સાથે જ તેમના રોમાન્સમાં વધારો કરે છે.
(6) .દેવીગઢ લેબુઆ, ઉદયપુર
આ હોટલમાં રોયલ્ટી અને કમ્ફર્ટ લેવલ બંને સરળતાથી મળી રહે છે. અહીંના રૂમ્સ ખૂબ જ સારા છે. અહીંથી અરાવલી હિલ્સની સાથે ગામોની મજા લેવાનું પણ ચૂકશો નહીં, આ પ્લેસ કપલ્સને મજા માણવાને માટે બેસ્ટ હોઇ શકે છે.
(7)બંગલો ઓન ધ બીચ, તમિલનાડુ
જ્યારે તમે અહીં એન્ટર થાવ છો ત્યારે તમે પહેલાં જ એક કૂલ સમુદ્રની મજા લઇ શકો છો. અહીં તમે ડ્રીમી વર્લ્ડની મજા પણ લઇ શકો છો. સુંદર સીલિંગ, ઉત્તેજિત કરનારા પોસ્ટર્સની સાથે આ પ્લેસ તમારા રોમાંચને વધારવા માટે બેસ્ટ છે. અહીં તમે તમારા પાર્ટનરની સાથે સારો સમય પસાર કરી શકો છો. બીચ પર આ બંગલો સિટીથી દૂર હોવાને લીધે શાંતિનો અહેસાસ થાય છે. આવવા-જવા માટે બોટની વ્યવસ્થા છે અને તમે તમારું ભોજન આકાશની નીચે સરળતાથી બનાવી શકો છો.
(8). બટ્સ ક્લેરમોંટ હાઉસબોટ, શ્રીનગર
શ્રીનગર અને દાલલેકના કોર્નર પર આ પ્લેસ આવેલું છે. અહીં તમે પાંચ બોટ્સની સાથે સ્ટનિંગ વ્યૂની મજા પણ લઇ શકો છો. ફેલાયેલા પાણીની સાથે આજુબાજુમાં સ્નો કવર્ડ પિક્સની મજા લઇ શકાય છે. આ પ્લેસ તમારા રોમાન્સમાં વધારો કરી શકે છે.
(9). સુલા બિયોંડ વિનેયાર્ડ રિસોર્ટ, નાસિક
જ્યારે તમે અહીં એન્ટર થાઓ છો ત્યારે તમે પ્રકૃતિમાં ખોવાઇ જાવ છો. અહીંની ગ્રીનરી અને સાથે પક્ષીઓનો અવાજ અને હિલ્સની સુંદરતા મનને મોહી લે છે. જો તમે શાંતિની સાથે સમય પસાર કરવા ઇચ્છો છો તો તમારા માટે આ બેસ્ટ પ્લેસ હોઇ શકે છે. અહીં તમારું સ્વાગત વાઇનથી કરવામાં આવે છે અને સાથે એક ફ્રેન્ડલી સ્માઇલ સ્ટાફ દ્વારા મળી રહે છે. લક્ઝુરુયસ રિસોર્ટમાં બોટ્સ ઓફ રૂમ્સ અને લેક જેવી દેખાતી આ હિલ્સ આનંદ આપે છે. આ સફર પોતે પોતાનામાં એક અનોખો હોઇ શકે છે. અહીં તમે લાંબા અને બિઝી વીક બાદ થોડો આરામ લઇ શકો છો. અહીં તમે અનેક પ્રકારના કલરવની મજા પણ લઇ શકો છો. રૂમની બાલ્કનીની સાથે તમે સ્વિમિંગ પુલની મજા પણ ગરમીની સીઝનમાં લઇ શકો છો.
(10). અમન-એ-ખાસ, રણથંભોર, રાજસ્થાન
આ હોટલને ખાસ કરીને કપલ્સને માટે બનાવવામાં આવી છે. હોટલને એવી સુંદર જગ્યાએ બનાવવામાં આવી છે કે તે આખા શહેરની સુંદરતાને વધારે છે. અહીં કપલ્સ સારી રીતે પોતાનો સમય વીતાવી શકે છે. તેની નજીકમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધા પણ છે. અહીંનો સ્ટાફ સારો છે અને સાથે મેનેજર ફ્રેન્ડલી અને હેલ્પિંગ નેચર ધરાવે છે, આ હોટલમાં રહેવાનો અવસર અનોખો હોઇ શકે છે.
source : દિવ્યા ભાસ્કર
No comments:
Post a Comment