Thursday 14 December 2017

વોડાફોને આપી ખુશખબરી, આ પ્લાનમાં મળશે હવે 2GB ડેટા

Vodafone

Vodafone એ તેના 348 રૂપિયાના પ્લાનમાં અમુક ફેરફારો કર્યા છે. આ પ્લાન પ્રી-પેડ ગ્રાહકો માટે છે. આ પ્લાનમાં પહેલા પ્રતિદિવસ 1GB ડેટા આપવામાં આવતું હતું. હવે તે વધારીને કંપનીએ 2GB ડેટા કરવામાં આવ્યું છે. 348 રૂપિયાના પ્લાનની કિંમતમાં પણ ફેરફાર થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. આ પ્લાનમાં પ્રતિદિવસ 2GB ડેટા સાથે LOCAL, STD અને રોમિંગ પર અનલીમીટેડ લોકલ કોલ્સ પણ આપવામાં આવશે. આ પ્લાનની વેલેડિટી 28 દિવસની રાખવામાં આવી છે.

આ પ્લાનમાં ગ્રાહકોને હવે 28 દીવસમાં 56GB ડેટા મળશે. આ ફેરફાર સાથે આ પ્લાનની ટક્કર સીધી JIOના પ્લાન સાથે કરવામાં આવશે. પરંતુ આ પ્લાનમાં એક બાધ્યતા પણ રાખવામાં આવી છે જેવી કે, ફ્રિ કોલમાં તમને દિવસે 250 મિનીટ અને પ્રતિઅઠવાડીએ 1,૦૦૦ મિનીટ જ મળશે. જો તમે આ મિનીટો કરતા વધારે વપરાશ કરશોતો તમને 1 પૈસા પ્રતીસેકંડે ચુકવણી કરવાની રહેશે. ગ્રાહકો જો 348 રૂપિયાનો પ્લાન એપ અથવા વેબસાઈટથી કરે છે તો તેને 5 ટકા કેશબેક પણ આપવામાં આવે છે.

આ પ્લાનની સીધી ટક્કર એરટેલના 349ના પ્લાન સાથે રહેશે. એરટેલ તેના આ પ્લાનમાં 28 દિવસો માથે પ્રતિદિવસ 2GB 4G ડેટા ઉપલબ્ધ કરાવે છે. સાથે આ પ્લાનમાં ફ્રિ કોલની જોડે પ્રતિદિવસ 100 SMS પણ આપવામાં આવે છે. આ જ રીતે JIOના 309 રૂપિયાના પ્લાનની વાત કરવા જઈએ તો આ કંપનીએ 49 દિવસોની વેલેડિટી સાથે પ્રતિદિવસ 1GB ડેટા આપે છે. સાથે ફ્રિ કોલ અને 3000SMS પણ આપે છે. આ સિવાય વધૂમાં રોમિંગ આઉટ ગોઇંગ કોલ અને JIO એપ્સની ફ્રિ સર્વિસ પણ આપવામાં આવે છે.

Vodafoneનો આ પ્લાન મધ્યપ્રદેશ-છત્તીસગઢના દરેક મોટા સ્ટોર્સ પર ઉપલબ્ધ છે અને માય Vodafone એપ પર પણ ઉપલબ્ધ રહેશે.

No comments:

Post a Comment