Thursday 14 December 2017

બહેન અથવા બેસ્ટીના લગ્નમાં અણવર બનવાના છો, તો ટ્રાય કરો આ 7 લહેંગા

Wedding Lehengas
તમારી બેસ્ટીના લગ્નમાં લહેંગા પહેરવા ઈચ્છો છો પરંતુ ખૂબ હેવી લુક પણ નથી કેરી કરવો તો એવામાં કેવા લહેંગા તમારા માટે બેસ્ટ રહેશે, એ જાણવા માટે ઈન્ટરનેટ પર વધુ ટાઇમ વેસ્ટ કરવાની જરૂર નથી કારણ કે અમે તમને કેટલાક એવા જ ફેબ્રિક, ડિઝાઇન અને વર્કવાળા લહેંગા વિશે જણાવી રહ્યા છીએ જે હેવી લુક આપ્યાં વિના તમારી સ્ટાઇલને મેન્ટેન કરશે.
Wedding Lehengas
ગોટા-પટ્ટી વર્ક લહેંગા
સિલ્વર અને ગોલ્ડન ગોટા-પટ્ટીથી સજેલા લહેંગા વિશે વિચારીને ભલે તમને હેવી લાગે પરંતુ તેમાં પણ અનેક પ્રકારના વર્ક અવેલેબલ છે જેને તમે પ્રસંગ મુજબ પસંદ કરી શકો છો. આ જોવામાં પણ સ્ટાઇલિશ લાગશે અને લાઇટ વેટેડ હોવાના કારણે પહેરવામાં પણ કમ્ફર્ટેબલ હોય છે.
Wedding Lehengas
ચિકનકારી લહેંગા
સિમ્પલ અને ક્લાસી લુક માટે ચિકનકારી લહેંગા બેસ્ટ રહેશે. લાઇટ અથવા ડાર્ક દરેક કલરની સાથે ચિકનકારીનું કોમ્બિનેશન સારું લાગે છે.
Wedding Lehengas
ફુલકારી લહેંગા
દુપટ્ટા, સૂટ અને સલવાર પછી હવે ફુલકારી પેટર્નના લહેંગા પણ જોવામાં સારા લાગે છે. કલરફુલ ફુલકારી વર્ક લહેંગાને તમે તમારી બેસ્ટી અને સિસ્ટરના લગ્નમાં સ્ટાઇલિશ લુક માટે કેરી કરી શકો છો.
Wedding Lehengas
કલમકારી શિયર લહેંગા
કલમકારી વર્કને અત્યાર સુધી માત્ર કેઝુઅલ વેર્સમાં જ કેરી કરવામાં આવતું હતું, પરંતુ હવે તેને લગ્ન-પ્રસંગમાં પણ ડિફરન્ટ લુક માટે કેરી કરી શકાય છે.
Wedding Lehengas
મિરર વર્ક લહેંગા
મિરર વર્ક લહેંગાને પણ હેવી લુક માટે કેરી કરી શકાય છે, પરંતુ બદલાતા ટ્રેન્ડ અને ડિમાન્ડને જોતા હવે તેમાં પણ ઘણી બધી વેરાઇટી માર્કેટમાં અવેલેબલ છે, જેમાં તમે તમારા પ્રસંગ માટે લહેંગા પસંદ કરી શકો છો.
Wedding Lehengas
પ્રિન્ટેડ લહેંગા
પ્રિન્ટેડ લહેંગા પહેરવાનો આઇડિયા પણ સીઝન અને ટ્રેન્ડના મુજબ પરફેક્ટ છે. ફ્લોરલ પ્રિન્ટેડ લહેંગા એવરગ્રીન છે જેને તમે લગ્નના અન્ય ફંક્શન્સમાં પણ કેરી કરી શકો છો.
Wedding Lehengas
કાશ્મીરી એમ્બ્રોયડેડ લહેંગા
કાશ્મીરી એમ્બ્રોયડેડ વર્કવાળા લહેંગા અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે, જે મોટાભાગે વેલવેટ ફેબ્રિક પર જોવા મળે છે.

No comments:

Post a Comment