Thursday 14 December 2017

PM મોદીને ભાવતાં આ મશરૂમ છે મોંઘાદાટ, જાણો શુ છે કિંમત

narendra modi enjoying

નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે તેમણે એક વાર પત્રકારોને કહ્યું હતુ કે તેમના સ્વાસ્થ્યનું રાજ હિમાચલ પ્રદેશના મશરૂમ છે. પીએમ મોદી મશરૂમની જે પ્રજાતિ સૌથી વધારે પસંદ કરે છે, તેને ગુચ્છી કહેવાય છે અને તે હિમાલયના પહાડો પર મળી આવે છે. તેનુ ઉત્પાદન કરી શકાય નહી અને તેને કુદરતી રીતે જ હાંસલ કરી શકાય છે. તે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના ઉંચા પહાડો પર જંગલોમાં મળી શકે છે અને તે બરફના વધવાથી અને તે પીગળે તે વચ્ચેના સમયગાળામાં ઉગે છે.

આ મશરૂમ ખૂબ ઓછા પ્રમાણમાં મળે છે. જેથી તેની કિંમત ક્યારેક 30000 રૂપિયા સુધી પણ પહોંચી જાય છે. જોકે એક કિલોમાં ઘણાં મશરૂમ આવી જાય છે. કારણકે આ મશરૂમ સૂકાઇ ગયા બાદ જ મળે છે. ગુચ્છી મશરૂમ 10000 રૂપિયે કિલો મળે છે. આ અંગે વધુ વાત કરીએ તો પીએમ મોદી ઘણા વર્ષો સુધી એક પાર્ટીના કાર્યકર્તાના રૂપમાં હિમાચલમાં રહીને કામ કર્યું છે. જેથી ત્યાં પહાડો પર તેમના ઘણા મિત્રો છે. તેમજ પહાડ પર શાકાહારી લોકોને પ્રોટીન અને ગરમ પદાર્થોની જરૂર હોય છે. જોકે પીએમ મોદી રોજ મશરૂમ નથી ખાઇ રહ્યા પરંતુ તેમમે આ વાતનો સ્વીકાર કર્યો છે કે ગુચ્ચી મશરૂમ તેમણે ઘણા પસંદ છે. તે પોતે ગુચ્છી મશરૂમ ખાય છે.

ગુચ્છી મશરૂમમાં કોમ્પલેક્ટ વિટામિન, વિટામિન ડી અને તેમાથી અનેક એમીને એસિડ મેળવી શકાય છે.તેને સતત ખાવાથી હૃદય રોગ જેવી બિમારીની સંભાવના ઓછી થઇ જાય છે. તેની માંગ ફક્ત ભારતમાં જ નહી પરંતુ યૂરોપ, અમેરિકા, ફ્રાન્સ, ઇટલી અને સ્વિટરલેન્ડ જેવા દેશોમાં પણ છે.
source

No comments:

Post a Comment