Friday 1 December 2017

ગુજરાતી બિઝનેસમેન ભરોસાપાત્ર ગણાય છે

Gujarati businessman is considered trustworthy

manpasand mango sip

ધીરેન્દ્રસિંહે બચત અને મિત્રો-પરિવારજનો પાસેથી ઉછીનાં નાણાં લીધાં અને એક પરિચિત ફૂડ સાયન્ટિસ્ટ પાસેથી મેંગો ડ્રિંક્સની મેડ ઇન ગુજરાત ટેગના ગુડવીલને જોઈને ઈ.સ. 1997માં મનપસંદ બેવરેજીસે પોતાની કંપનીને વડોદરામાં રજિસ્ટર્ડ કરાવી હતી.

કંપનીએ પોતાનું પહેલું ફ્રૂટ જ્યૂસ મેંગો સિપ સૌથી પહેલાં ઉત્તરપ્રદેશમાં લોંચ કર્યો હતો. આજે દેશમાં વેચાનાર મેંગો ડ્રિંક્સમાં મેંગો સિપનો ક્રમ ચોથો આવે છે. મનપસંદ બેવરેજીસના ફ્રૂટ્સઅપ, ઓઆરએસ અને પ્યોર સિપનાં 24 રાજ્યોમાં આશરે 200 સુપર સ્ટોકિસ્ટ્સ અને 2,000 ડિસ્ટ્રિબ્યુટર્સ છે. 2 લાખ રિટેલર્સ તેમની પ્રોડક્ટ્સ વેચી રહ્યા છે. કંપનીનું ઈ.સ. 2015માં શેર માર્કેટમાં લિસ્ટિંગ થયું હતું. ઈ.સ. 2016માં કંપનીએ 556 કરોડ રૂપિયાનો કારોબાર કર્યો છે. મનપસંદ બેવરેજીસના સંસ્થાપક સીએમડી ધીરેન્દ્ર હંસરાજસિંહ કહે છે કે ઉત્તરપ્રદેશમાં ગુજરાતી બિઝનેસમેન ભરોસાપાત્ર ગણાય છે. તેથી મેં મારા હોમટાઉનને બદલે વડોદરામાં કંપનીની મુખ્ય બ્રાન્ચ બનાવી છે.

ઈ.સ. 1962માં વારાણસીમાં જન્મેલા ધીરેન્દ્રસિંહ સેલ્ફ મેડ ઉદ્યમી છે. ગ્રેજ્યુએશનની ડિગ્રી મેળવ્યા પછી તેમને વડોદરાની એક કંપનીમાં નોકરી મળી ગઈ. થોડો સમય નોકરી કર્યા પછી ઈ.સ. 1997માં તેમણે ફ્રૂટ ડ્રિંક્સ બનાવવાનો નિર્ણય કર્યો, પણ બે પડકારો હતા. એક હતો મૂડીનો અભાવ અને બીજો હતો અન્ય ફ્રૂટ ડ્રિંક્સ માર્કેટ પર દિગ્ગજ કંપનીઓનો એકાધિકાર.

ધીરેન્દ્રસિંહે પોતાની બચત અને મિત્રો-પરિવારજનો પાસેથી ઉછીનાં નાણાં લીધાં. પોતાના એક પરિચિત ફૂડ સાયન્ટિસ્ટ પાસેથી મેંગો ડ્રિંક્સની રેસિપી જાણી. મુંબઈમાં મહાનંદા ડેરીના એક જૂના પ્લાન્ટનો એક ભાગ તેમણે ભાડે લીધો. 200 મિલીના ટેટ્રા પેકમાં મેંગો ડ્રિંક્સ ઉત્તરપ્રદેશના એવાં નાનાં-નાનાં શહેરોમાં લોન્ચ કર્યો કે જ્યાં ફ્રૂટી અને જમ્પઇન જેવા પીણાં ઉપલબ્ધ જ નહોતાં.

વર્ષ 2013માં ધીરેન્દ્રસિંહના પુત્ર અભિષેકસિંહના પિતાના કારોબારી સહયોગી બન્યા. તેમણે માર્કેટિંગ નેટવર્ક ફેલાવ્યું. ફ્રૂટ્સઅપ (જામ, લીચી, એપ્પલ, ઓરેન્જ અને મિક્સ્ડ ડ્રિંક્સ), ઓઆરએસ (રેડી-ટુ-ડ્રિંક સ્પોર્ટ્સ ડ્રિંક્સ) અને પ્યોર સિપ (પીવાનું પાણી) લોન્ચ કર્યા. કંપનીના પ્લાન પર દરરોજ 10 ડિસ્ટ્રિબ્યુટર્સને સહપરિવાર આમંત્રિત કર્યા અને તેમને પ્રોસેસિંગ અને પેકેજીંગમાં ફૂડ સેફ્ટી, ક્વોલિટી અને હાઇજિન પર કેટલું ધ્યાન આપવામાં આવે છે તે બતાવ્યું.

manpasand mango sip

અભિષેકસિંહ કહે છે કે વડોદરાના અમારા એક ડિસ્ટ્રિબ્યુટરે લાડુનાં બોક્સ તૈયાર કર્યાં અને સેલ્સ વુમન્સને રિટેલર્સને ત્યાં મોકલી. તેમણે દુકાનદારોને કહ્યું, ‘અમારા માલિકે મનપસંદ મેંગો સિપની એજન્સી લીધી છે. તેના ઉપલક્ષ્યમાં આયોજિત પૂજાનો પ્રસાદ મોકલ્યો છે.’ આ રીતે મનપસંદનો પ્રચાર-પ્રસાર થયો. પ્રોડક્ટ્સ પ્રમોશન માટે સની દેઓલ અને તાપસી પન્નુને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાં. મેંગો સિપનું પેકેજીંગ ફ્રૂટી જેવું હોવાને કારણે પ્રોડક્ટ શું છે તે ગ્રાહકોને સમજાવવું પડ્યું. રિટેલર્સે ગ્રાહકોને કહ્યું કે આ સારું મેંગો ડ્રિંક્સ છે, જે અન્ય મેંગો ડ્રિંક્સથી સસ્તું છે.

મનપસંદ બેવરેજીસના આજે વડોદરામાં બે, વારાણસી, દહેરાદૂન અને અંબાલામાં પીઈટી અને ટેટ્રા પેક પેકેજીંગની સુવિધાવાળા પ્લાન્ટ્સ છે. કંપનીનો બીજા ચાર પ્લાન્ટ નાખવાનો વિચાર છે. ઈ.સ. 1969માં કરસનભાઈ પટેલે બહુરાષ્ટ્રીય કંપની હિન્દુસ્તાન લીવરની હરીફાઈમાં નિરમા લોન્ચ કર્યો હતો. તેમણે જે ચતુરાઈથી નિરમાને ઘરે ઘરે પહોંચાડ્યો તે જ વિચારના તર્જ પર ધીરેન્દ્રસિંહે માઝા, સ્લાઇસ અને ફ્રૂટીના માર્કેટમાં હરીફાઈ લગાવી. હવે તેમનું લક્ષ્ય છે મનપસંદ બેવરેજીસની પ્રોડક્ટ્સને સમગ્ર દેશમાં પહોંચાડવી.

No comments:

Post a Comment