મુંબઇ, તા.૨
દિવસની શરૂઆતમાં સેન્સેક્સ ૫૮૦ પોઇન્ટ ઘટી ૩૫,૩૨૪ ઉપર અને નિફ્ટી ૧૬૭ પોઇન્ટ ઘટી ૧૦,૮૪૯ ઉપર હતો. બપોરે સેન્સેક્સમાં ૬૨૮ અને નિફ્ટીમાં ૧૯૫ પોઇન્ટનો ઘટાડો જોવાયો હતો. દિવસના કામકાજના અંતે સેન્સેક્સ ૮૩૯.૯૧ પોઇન્ટ ઘટી ૩૫,૦૬૬.૭૫ અને નિફ્ટી નિફ્ટી ૨૫૬.૩૦ ઘટી ૧૦,૭૬૦ ઉપર બંધ થયા હતા.
બજેટ બાદ શેરબજારમાં આજે ચારેબાજુ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. સેન્સેક્સ ૮૩૯.૯૧ પોઇન્ટની ડૂબકી લગાવી હતી જ્યારે નિફ્ટી ૧૦,૮૦૦ નીચે ઊતરી ગયો હતો.
શેર્સના વેચાણ ઉપર લાંબા ગાળાના કેપિટલ ગેઇન ટેક્સ અને ઇક્વિટીલક્ષી મ્યુચ્યુઅલ ફંડ્ઝમાંથી વિભાજીત આવક ઉપર બજેટમાં ૧૦ ટકા ટેક્સની દરખાસ્તથી સ્થાનિક માનસ ખરડાયું હતું.
ભારતના રેટિંગને વધારવામાં સરકારનો ઊંચો ઋણ બોજ જવાબદાર હોવાનું ફિચ રેટિંગે જણાવતા દાઝયા ઉપર ડામની અસર વર્તાઇ હતી.
જેટલીએ રજૂ કરેલા બજેટની આજે શેરબજાર ઉપર ગંભીર અસરરૂપે બીએસઇમાં કુલ ૨૮૫૦ પૈકી ૨,૪૦૦ કંપનીઓના શેર્સ ઘટયા હતા. આઇટી ક્ષેત્રને બાદ કરતા બાકી તમામ ક્ષેત્રના શેર્સ ઘટયા હતા. ટીસીએસમાં ૧.૨, ઇન્ફોસિસમાં ૦.૯, એચસીએલ ટેકનોલોજી ૧.૫ અને વિપ્રોમાં ૦.૫ ટકા ભાવવધારો નોંધાયો હતો. બેંન્કિંગ અને ફાઇનાન્સિઅલ ર્સિવસિસના શેરમાં નીચા ભાવે કામકાજ થયા હતા. કોટક બેન્ક૨.૨, કેનેરા બેન્ક૩.૭૩, ઇન્ડસઇન્ડ બેન્ક૨, આઇસીઆઇસીઆઇ બેન્ક૧.૭૦, એક્સિસ બેન્ક૧.૭૮, એસબીઆઇ ૧.૫૨ અને એચડીએફસી બેન્ક૦.૮૧ ટકા ઘટયા હતા. વકરાંગીના શેરમાં વધુ કરેક્શનને પરિણામે પી.સી.જ્વેલર્સના શેરના ભાવમાં એક તબક્કે ૬૦ ટકાનો ઘટાડો થયો હતો. વકરાંગીમાં પી.સી.જ્વેલર્સ અમુક હિસ્સો ધરાવે છે.
મોદીસન મેટલે ડિસેમ્બરના ત્રિમાસિક ગાળામાં રૂ.૨૪૬ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો જે એક વર્ષ પૂર્વેના સમાન ગાળામાં રૂ.૪૨૬ કરોડ હતો. બજાજ ઓટોનો ચોખ્ખો નફો રૂ.૯૫૬.૪૯ કરોડ થયો હતો જે એક વર્ષ પૂર્વે સમાન ગાળામાં રૂ.૯૨૪.૬ કરોડ હતો. કંપનીની આવક ૨૬ ટકા વધી રૂ.૬૩૬૯.૨ કરોડ થઇ હતી. શેરનો ભાવ રૂ.૧૭૫.૯૫ ઘટી રૂ.૩,૨૩૫થયો હતો.
ગોદરેજ પ્રોપર્ટીઝનો નફો ઘટવાને પરિણામે તેના શેરનો ભાવ પણ ઘટયો હતો. ૨૦૧૬ના ડિસેમ્બરમાં કંપનીએ રૂ.૭૭.૨૪ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો જે ૨૦૧૭ના ડિસેમ્બરમાં ઘટીને રૂ.૨૫.૯૪ કરોડ થયો હતો. શેરનો ભાવ રૂ.૨.૮૫ ઘટીને રૂ.૮૦૪.૬૦ થયો હતો. હિંદાલ્કો ઇન્ડસ્ટ્રીઝનો નફો ૧૭.૨ ટકા વધીને રૂ.૩૭૫ કરોડ થયો હતો. આ વૃદ્ધિ તાંબાના બિઝનેસને આભારી હતી. ૨૦૧૬ના ડિસેમ્બરમાં કંપનીનો નફો રૂ.૩૨૦ કરોડ હતો.
રિલાયન્સ, એચડીએફસી, આઇસીઆઇસીઆઇ બેંક, એચડીએફસી બેંક, મારૂતિ, લાર્સન એન્ડ ટુબ્રો, કોટક બેંક, એક્સીસ બેંક, અલ્ટ્રાટેક સિમેન્ટ, બજાજ ફાઇનાન્સના શેર્સમાં ઘટાડો થયો હતો. ભારે કામકાજને પગલે જસ્ટ ડાયલના શેરમાં ૨૫ ટકા ઘટાડો થયો હતો.
બજેટમાં સિગરેટ ઉપર એક્સાઇઝ ડયૂટીની કોઇ મોટી જાહેરાત કરવામાં નહીં આવતા સિગરેટ કંપનીના શેર્સ વધ્યા હતા. આઇટીસીમાં ૨ અને વીએસટી ઇન્ટસ્ટ્રીઝમાં ૩.૧ ટકા વધ્યા હતા.
રિઅલ્ટી શેર્સમાં સૌથી વધુ ઘટાડો
રિઅલ્ટી શેર્સમાં સૌથી વધુ ઘટાડો જોવાયો હતો. ડીએલએફ ૮, યુનિટેક ૭.૩, એચડીઆઇએસ ૬, ઇન્ડિયા બુલ્સ રિઅલ એસ્ટેટ ૭, ફિનિક્સ મિલ્સ ૫, પ્રેસ્ટિજ એસ્ટેટ ૫ અને શોભા લિ. ૪ ટકા ઘટયા હતા.
કેમિકલની આયાત ઉપર એન્ટિ ડમ્પિંગ ડયૂટી
દેશમાં સસ્તાં ભાવે ઠાલવી દેવાતા એક કેમિકલ સામે સ્થાનિક ઉદ્યોગને રક્ષવા સરકાર ચીન સહિત ચાર દેશો ઉપર એન્ટિ ડમ્પિંગ ડયૂટી લાદશે.
No comments:
Post a Comment