કેટલીક વખત ઇમાનદારી ઘણી ભારે પણ પડતી હોય છે અને તેઓ તમારી નજીક આવવાને બદલે તમારેથી દૂર ભાગવાના બહાના શોધવા લાગે છે.
જ્યારે યુવતીઓ નવા-નવા પ્રેમમાં પડે છે ત્યારે તેઓ પોતાના પ્રેમીને ઘણું બધુ કહેવા ઈચ્છે છે. જેટલી પણ ભાવનાઓ તેમની અંદર ઉત્પન્ન થાય છે, તેને તેઓ પોતાના બોયફ્રેન્ડની સાથે તરત જ શેર કરવા ઈચ્છે છે, પરંતુ કેટલીક વખત ઇમાનદારી ઘણી ભારે પણ પડતી હોય છે અને તેઓ તમારી નજીક આવવાને બદલે તમારેથી દૂર ભાગવાના બહાના શોધવા લાગે છે. તો યાદ રાખો કે આ 4 વાતો તમારા સંબંધની શરૂઆતમાં ક્યારેય ન કરવી જોઈએ...
બોયફ્રેન્ડનો લુક
કોઈ પણ યુવક આવી વાત સાંભળવી પસંદ નહીં કરે કે તમારો એક્સ અને તે એક જેવા દેખાય છે, તેમની આદતો મળતી આવે છે વગેરે. જો તમે તેને આ જ કારણોસર પસંદ કર્યો છે તો તમારા સંબંધો લાંબો સમય સુધી નહીં ટકે અને તમારી આ વાતોને લીધે કદાચ તે ઘણા જલ્દી જ તમારેથી દૂર પણ થઈ જાય.
ડ્રેસિંગ સેન્સ
તમારા બધા વખાણ તેના માટે હોવા જોઈએ અને જો તમે અત્યારથી જ તેના મિત્રોને તેના કરતા સારા બતાવશો તો તેનાથી તમારા જ સંબંધો જ નબળા બનશે. બની શકે છે કે તમારી સામે તે માત્ર એક સ્મિત આપે પરંતુ અંદરને અંદર વધતી અસુરક્ષાની ભાવના આગળ જઈને તમારા બંને માટે મોટી સમસ્યા ઉત્પન્ન કરી દે.
ફેમિલી પ્લાનિંગ
માની લીધું કે તમે તેના ઉપર ફિદા છો, પરંતુ લગ્ન અને બાળકો વિશે વાત કરવાની આટલી બધી ઉતાવળ કેમ છે. પુરૂષો એમ પણ લગ્નના નામથી ગભરાતા જ હોય છે અને તમે ઉતાવળમાં તેની પર લગ્નનું દબાણ નાખશો તો તે નજીક આવવાને બદલે દૂર જ ભાગશે.
ફ્રેન્ડ સર્કલ
તમે તેને પસંદ છો, પરંતુ તમારા માટે તે પોતાના મિત્રોનો સાથ ક્યારેય નહીં છોડે. ભલે તેમની આદતો જોઈને તમને ગુસ્સો આવતો હોય, પરંતુ તમારા સંબંધોની ભલાઈ માટે આ બાબતે ચૂપ જ રહો તો સારું રહેશે. જો તમે વિચારી રહ્યા હોવ કે જ્યારે અન્ય મુદ્દે તેમની સાથે ખુલીને વાત થઈ જાય છે તો આ મુદ્દે કેમ નહીં, તો એક વાત ગાંઠ બાંધી લો કે આવું કરીને તમે તમારા સંબંધો બગાડવા સિવાય કશું જ નથી કરવાના.
No comments:
Post a Comment