આ ભારતમાં જોવા મળતા ડાયનાસોરનું એકમાત્ર સંગ્રહાલય છે. આ પાર્કને જુરાસિક પાર્ક પણ કહેવામાં આવે છે.
ગુજરાતનું નામ આવતા જ ગરબા, વ્હાઇટ રણ, સ્વાદિષ્ટ ભોજન અને તેની સમૃદ્ધ સંસ્કૃતિનો જ વિચાર આવે છે. પરંતુ શું તમે જાણો છો કે ગુજરાત ડાયનાસોર માટે પણ આટલું જ પ્રસિદ્ધ છે. સાંભળીને આશ્ચર્યચકિત ન થાવ, આ સાચું છે. ગુજરાતના ગાંધીનગરમાં આવેલા ઈંદ્રોડા ડાયનાસોર અને જીવાશ્મ પાર્કમાં તમે ડાયનાસોરના જીવાશ્મ જોઈ શકો છો.
ગાંધીનગરમાં આવેલું ઈંદ્રોડા ડાયનાસોર અને જીવાશ્મ પાર્ક ડાયનાસોરના ઇંડાની દુનિયાની બીજી સૌથી મોટી હેચરી (જ્યાં તેના ઇંડાની દેખરેખ થાય છે) છે, જ્યાં ડાયનાસોરના ઇંડા રાખવામાં આવ્યાં છે. આ પાર્ક ભારતીય ભૂગર્ભીય સર્વેક્ષણ દ્વારા સ્થાપવામાં આવ્યું હતું અને તે ભારતમાં જોવા મળતા ડાયનાસોરનું એકમાત્ર સંગ્રહાલય છે. આ પાર્કને જુરાસિક પાર્ક પણ કહેવામાં આવે છે. અહીં રાખેલા જીવાશ્મ ક્રેટેસિઅસ કાલથી છે.
આ પાર્ક 428 હેક્ટેયર ભૂમિના ક્ષેત્રમાં ફેલાયેલું છે અને તેમાં ડાયનાસોર અને જીવાશ્મ સિવાય પણ એક ભાગ છે જ્યાં સસ્તન પ્રાણીઓ, સરીસૃપ, પૃથ્વી, દરિયાઈ છોડ અને એક વનસ્પતિ ઉદ્યાન પણ જોઈ શકાય છે. આ પાર્કમાં ડાયનાસોરના સ્ટેચ્યૂ પણ જોઈ શકાય છે.
વિવિધ પ્રકારના ઇંડા
અહીં જોવા મળતા ઇંડા વિવિધ આકાર અને આકૃતિના છે, જે એક તોપના ગોળા જેવા દેખાય છે. આ પાર્ક તમને આશરે 65 મિલિયન વર્ષ પાછળ લઈ જાય છે. અહીં તમને ડાયનાસોરની પ્રજાતિઓ પણ જોવા મળશે જેમ કે, ટ્રાયનોસોરસ રેક્સ, મેગાલોસોરસ, ટાઇટાનોસોરસ, બારાપસૌરસ, સ્ટેગોસોરાસ અને ઇગુઆનોડોના વગેરે.
ક્યાં મળ્યાં હતા ડાયનાસોરના જીવાશ્મ?
ખેડા, પંચમહલ અને વડોદરા જિલ્લાના દક્ષિણ ભાગમાં મળ્યાં હતા. આ પાર્કમાં તમે ઇંડાની તસવીરો લઈ શકો છો, પરંતુ તેને સ્પર્શ કરવાની સખત મનાઈ છે. આ પાર્કમાં ફરતા તમે ડાયનાસોરના અનેક સ્ટેચ્યૂ જોઈ શકો છો.
કેવી રીતે જશો?
ઈંદ્રોડા ડાયનાસોર અને જીવાશ્મ પાર્ક જવા માટે તમને અમદાવાદથી સરકારી અને ખાનગી વાહનો સરળતાથી મળી રહે છે. તેમજ તમે પોતાનું વાહન લઈને પણ જઈ શકો છો.
By : Divya Bhaskar
No comments:
Post a Comment