Thursday 30 November 2017

ફોન ચાર્જ કરતી વખતે આ બાબતોનું હંમેશા ધ્યાન રાખો

સ્માર્ટફોનમાં ઘણી બધી એપ્સનો ઉપયોગ થવાથી તેની બેટરી વધુ વપરાય છે
smartphone charge

સ્માર્ટફોન રાખવામાં સૌથી મોટી પરેશાની છે કે તેનું ચાર્જર પણ હંમેશા સાથે રાખવું પડે છે. સ્માર્ટફોન ઝડપી ડિસચાર્જ થઇ જાય છે કારણ કે તેમાં ઘણી બધી એપ્સ એકસાથે ચાલતી હોય છે. એટલા માટે બેટરી વધુ વપરાય છે.    સ્માર્ટફોનને આપણે ગમે તે ચાર્જર પર લટકાવી દેતા હોઇએ છીએ જેનાથી ફોનની લાઇફ ઓછી થઇ જાય છે. જાણો, કેટલીક વાતો જે ફોનને ચાર્જ કરતી વખતે ધ્યાનમાં રાખવી જોઇએ.    

(1). હંમેશા પોતાના ફોનને તે જ ફોનના ચાર્જરથી ચાર્જ કરવો જોઇએ. ક્યારેય પણ બીજાના ફોનના ચાર્જરથી પોતાનો ફોન ચાર્જ ન કરશો. તે ડાયરેક્ટ બેટરીના જીવનને સમાપ્ત કરી શકે છે.

(2). ચાર્જિગ કરતા પહેલા પોતાના ફોનનું કવર નિકાળી દો. ઘણીવાર કવર હોવાને કારણે ચાર્જરની પિન યોગ્ય રીતે લાગી શકતી નથી. આ ઉપરાંત ચાર્જિગથી ફોન ગરમ પણ થાય છે, એટલા માટે કવર ન હોય તો સારું રહેશે.

(3). ક્યારેય પણ સ્માર્ટફોનને આખી રાત માટે ચાર્જિંગ પર ન મુકી રાખો. ઑવરચાર્જિંગ થવાથી બેટરીની લાઇફ ખતમ થઇ શકે છે. ફોનને હંમેશા 100 ટકા ચાર્જ કરવો તે યોગ્ય નથી. બને ત્યાં સુધી ફોનને 80-90 ટકા ચાર્જિંગ થાય એટલે ચાર્જિંગ બંધ કરી દો.

(4). ફોનમાં બેટરી બચાવતી અથવા ફાસ્ટ ચાર્જિંગવાળી થર્ડ પાર્ટી એપ રાખવાથી બચો. આ એપ સતત બેકગ્રાઉન્ડમાં ચાલુ રહે છે જેનાથી બેટરી વધારે ખર્ચ થાય છે. 



No comments:

Post a Comment