મુંબઈ સોના-ચાંદી બજાર આજે ભાવોમાં ઘટાડો આગળ વધ્યો હતો. ચાંદીના ભાવો ગબડી કિલોના જીએસટી વગર રૃ.૩૯ હજારની અંદર ઉતરી ગય.ા હતા. સોનાના ભાવો પણ પણઁ નરમ હતા. કરન્સી બજારમાં આજે ડોલરના ભાવોમાં નરમાઈ આગળ વધી હતી.
વિશ્વ બજારમાં આજે ભાવ કરીને ચાંદીના ભાવો વિશેષ તૂટયા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવો ઔંશના ૧૭.૦૩ ડોલરવાળા ગબડી નીચામાં ૧૬.૭૭ થઈ સાંજે ભાવો ૧૬.૮૩ ડોલર રહ્યા હતા. વિશ્વ બજાર પાછળ ઘરઆંગણે પણ આજે ઝવેરી બજારમાં ચાંદીના ભાવમાં મોટા ગાબડા પડયા હતા. મુંબઈમાં ચાંદીના ભાવો કિલોના ૯૯૯ના રૃ.૩૯૧૦૦ વાળા ૩૮૭૫૦ ખુલી રૃ.૩૮૭૧૦ બંધ રહ્યા પછી સાંજે ભાવો રૃ.૩૮૭૫૦થી ૩૮૮૦૦ તથા જીએસટી સાથેના ભાવો આ ભાવોથી આશરે રૃ.૧૨૦૦થી ૧૨૫૦ ઉંચા હતા.
દરમિયાન, મુંબઈમાં સોનાના ભાવો ૧૦ ગ્રામના ૯૯.૯૦ના ભાવો રૃ.૨૯૫૯૦ વાળા ૨૯૬૧૫ થઈ ૨૯૫૮૦ બંધ હતા. જીએસટી સાથેના ભાવો આ ભાવોથી ૩ ટકા ઉંચા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવો ઔંશના નીચામાં ૧૨૯૨.૨૦ ડોલર થયા પછી ઉંચામાં ભાવો ૧૨૯૫.૮૦ થઈ સાંજે ભાવો ૧૨૯૪.૧૦થી ૧૨૯૪.૧૫ ડોલર હતા.
દરમિયાન વિશ્વ બજારમાં સાંજે પેલેડિયમના ભાવો ઔંશના ૧૦૨૪.૪૫થી ૧૦૨૪.૫૦ ડોલર હતા. પ્લેટીનમના ભાવો ૯૫૧.૭૦ ડોલર હતા. બન્ને વચ્ચેનો ભાવ તફાવત વધી રહ્યો છે. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવો નરમ હતા. બ્રેન્ટક્રૂડના ભાવો બેરલદીઠ સાંજે ૬૩.૪૯ ડોલર તથા ન્યુયોર્કના ભાવો ૫૭.૮૪ ડોલર હતા. વિયેનામાં ગુરૃવારે (આજે) મળનારી ક્રૂડ ઉત્પાદક દેશોની મિટિંગહ પર બજારની નજર હતી. મિટિંગમાં ઉત્પાદન કાપની મુદત વધારવા વિશે નિર્ણય કરવામાં આવે એવી શક્યતા જાણકારો બતાવી રહ્યા હતા.
જોકે આવા નિર્ણયમાં રશિયા સાથ આપશે કે નહીં તે વિશે વિશ્વ બજારમાં મતમતાંતરો બતાવાઈ રહ્યાના સમાચારો હતા. વિશ્વ ેબજારમાં કોપરના ભાવો ૩ મહિનાની ડિલીવરીના ૬૭૬૯ ડોલર, ટીનના ભાવો ૧૯૪૭૦ ડોલર, નિકલના ૧૧૩૧૭ ડોલર, એલ્યુ.ના ૨૦૮૦ ડોલર, જસતના ૩૧૨૭ ડોલર તથા સીસાના ભાવો ૨૪૩૨ ડોલર રહ્યાના નિર્દેશો હતા. લંડન એક્સ.માં કોપરનો સ્ટોક ૪૯૫૦ ટન ઘટયો હતો નિકલનો સ્ટોક ૧૧૨૮ ટન વધ્યો હતો. અન્ય ધાતુઓનો સ્ટોક ઘટયો હતો. એલ્યુ.નો સ્ટોક આજે ૩૯૭૫ ટન, જસતનો ૨૩૨૫ ટન તથા સીસાનો સ્ટોક ૫૦ ટન ઘટયો હતો ટીનનો સ્ટોક જળવાઈ રહ્યાના સમાચારો હતા.
વિશ્વ બજારમાં આજે ડોલર નરમ હતો. યુરોપના શેરબજારો વધ્યા હતા. અમેરિકામાં ટેક્સ કંપની યોજના કેવી આગળ વધે છે તેના પર વિશ્વના બજારોની નજર હતી. નોર્થ કોરિયા દ્વારા મિસાઈલ પરિક્ષણના સમાચારોની વિશ્વ બજારો પર કોઈ અસર દેખાઈ ન હતી. બ્રેકઝીટ પ્રક્રિયા આગળ વધતાં વિશ્વ બજારમાં બ્રિટીશ પાઉન્ડ ઉંચકાયો હતો. યુરોપના શેરબજારો વધી ૩ સપ્તાહની ટોચે પહોંચ્યો છે. જર્મનીમાં ફુગાવો વધ્યાના સમાચારો હતા. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક વધ્યાની ચર્ચા હતી. દરમિયાન, વિશ્વ બજારમાં જાપાનની કરન્સી યેનના ભાવો ઘટાડા પર હતા. કોપરના ભાવો આજે ન્યુયોર્ક બજારમાં ઘટી રતલના ૩.૦૮ ડોલર થતાં બે સપ્તાહના તળિયે ઉતર્યાના સમાચારો હતા.
By : gujaratsamachar
No comments:
Post a Comment