Thursday 30 November 2017

ખૂબ જ સુંદર છે મહારાષ્ટ્રમાં આવેલું આ હિલ સ્ટેશન, એકવાર જરૂર લેજો મુલાકાત

જો તમે પૌરાણિક સ્થળ અને કુદરતી સુંદરતાને એકસાથે માણવા ઇચ્છતા હોવ તો તમે મહારાષ્ટ્રના ચિખલદરાની મુલાકાત લઇ શકો છો.

chikhaldara hill station in maharashtra

દેશ-વિદેશમાં ફરવા માટે અનેક જગ્યાઓ છે, પરંતુ જો તમે પૌરાણિક સ્થળ અને કુદરતી સુંદરતાને એકસાથે માણવા ઇચ્છતા હોવ તો તમે મહારાષ્ટ્રના ચિખલદરાની મુલાકાત લઇ શકો છો. આ સ્થળને પ્રાચીન સમયમાં વિરાટનગરના નામે ઓળખવામાં આવતું હતું. અહીં સુંદર ઝરણાંની સાથે પ્રાચીન દુર્ગ અને વન્યજીવ માટે કેટલીય જાણીતી જગ્યાઓ છે. આજે અમે તમને જણાવી રહ્યા છીએ ચિખલદરા વિશે વિસ્તારમાં...

રોબિન્સને શોધી આ જગ્યા

આ હિલ સ્ટેશન હૈદરાબાદ રેજિમેન્ટના કપ્તાન રોબિન્સન દ્વારા વર્ષ 1823માં શોધવામાં આવ્યું હતું. અંગ્રેજોએ આ સ્થાનને કોફી પ્લાન્ટેશન અને સ્વાસ્થ્ય લાભ લેવાને માટે વિકસાવ્યું હતું. ચિખલદરા પોતાના સુંદર દૃશ્યો, વન્યજીવો અને અભયારણ્યની સાથે ઐતિહાસિક રીતે પણ જાણીતું છે.

chikhaldara hill station in maharashtra

-ક્યાં રોકાશો?
મહારાષ્ટ્રના પર્યટણ વિભાગે એક હોટલ બનાવી છે, આ સિવાય અન્ય હોટલ્સ પણ છે. જેમાં તમે યોગ્ય રૂમફેર આપીને રોકાઇ શકો છો

-કેવી રીતે પહોંચશો?
ચિખલદરાથી 240 કિમી.ના અંતર પર નાગપુર એરપોર્ટ આવેલું છે, જે અહીં સૌથી નજીકનું એરપોર્ટ છે. તેમજ અહીંનું નજીકનું રેલ્વે સ્ટેશન 100 કિલોમીટર દૂર અમરાવતીને માનવામાં આવે છે.

-શું ખાશો?
મહારાષ્ટ્ર જઈ રહ્યા છો તો અહીંની ખાસ વાનગીઓની મજા લેવાનું ન ચૂકશો. અહીં અનેક પ્રકારના વ્યંજન હોટલ્સમાં મળી રહે છે. અહીં મિસલ પાવ, પિટલા ભાખરી, સાબુદાણાની ખીચડી, વડાપાંવ, શ્રીખંડ અને પૂરણપોળીની મજા માણી શકાય છે.

chikhaldara hill station in maharashtra

-ભીમકુંડ
આ કુંડ 3500 ફૂટ ઊંડો છે. અહીં તમે એક ભવ્ય ધોધને અનુભવી શકો છો. પૌરાણિક કથાનુસાર કીચકનો વધ કર્યા બાદ ભીમે આ કુંડમાં સ્નાન કર્યું હતું. ત્યારબાદ આ ભીમકુંડ તરીકે ઓળખાયો. ચોમાસાની સીઝનમાં અહીં અનેક જળદૃશ્યો અને તેની અવિરત ધારાઓ મનમોહક દૃશ્યો સર્જે છે. જે ટૂરિસ્ટને આકર્ષવા માટે પૂરતા છે. અહીં પવનચક્કી સાથે વિવિધ પ્રકારના ફૂલોની મજા પણ માણી શકાય છે.

-પંચબોલ પોઇન્ટ
આ પોઇન્ટની સુંદરતા અવર્ણનીય છે. અહીં કૉફીના લહેરાતા બાગીચાઓ છે, જે તમને આકર્ષી શકે છે. ઊંડા પહાડોની સાથે ખડકોની મજા પણ તમે લઇ શકો છો. ખળખળ વહેતા મધુર ઝરણાંનો અવાજ તમારા મનને શાંતિ આપવાની સાથે તમને પોતાની તરફ આકર્ષિત કરે છે. એડવેન્ચરની સાથે નેચર અને ફોટોગ્રાફીને માટે આ જગ્યા બેસ્ટ ગણી શકાય છે.

chikhaldara hill station in maharashtra

-ગવિલગઢ દુર્ગ
આ દુર્ગ મહારાષ્ટ્રના અમરાવતી જિલ્લામાં આવેલો છે. આ દુર્ગ 300 વર્ષ પહેલાં ગવલીના રાજા દ્વારા બનાવવામાં આવ્યો હતો. પર્યટકો અહીંના નક્શીકામ અને કાંસા, તાંબા અને અન્ય લોખંડના કામની સાથે તોપને જોવા માટે પણ આવે છે. અહીં કુદરતી દૃશ્યોનો આનંદ માણી શકાય છે.

આ સ્થળ ચિખલદરાથી 3 કિમી. અને અમરાવતીથી 86 કિમી.ના અંતર પર આવેલું છે. મુંબઇથી 669 કિમી. અને નાગપુરથી 232 કિમી.ની મુસાફરી કરીને તમે અહીં જઇ શકો છો. 230 કિમી.ના અંતરે અહીંનું સૌથી નજીકનું સ્ટેશન આવેલું છે. તેમજ બસ તથા રિક્ષાની મદદથી પણ જઇ શકાય છે.

chikhaldara hill station in maharashtra

-દેવી પોઇન્ટ
ચોમાસામાં આ પોઇન્ટની સુંદરતા વધી જાય છે. અનેક જળદૃશ્યોની સાથે- સાથે અન્ય સુંદર ઝરણાંઓ જોવાની મજા અલગ જ છે. અહીં નજીકમાં જ અંબા માતાનું મંદિર છે અને સાથે એક જલધારા પણ આખું વર્ષ વહેતી રહે છે. અનેક ટૂરિસ્ટ આ સ્થળની મુલાકાત લેવા આવે છે. ચોમાસામાં અહીં પડતા પાણીનો અવાજ એક અલગ જ અનુભવ કરાવે છે.

No comments:

Post a Comment