ઋતુ બદલાવવાના કારણે કેટલાક જીવ-જંતુઓનો ઉદ્દભવ થવા લગા છે. તો કેટલીક જીવાણુંઓ જેમ કે માખીઓ, મચ્છકર, ઘરોળી, માંકણ તેમજ ઉંદર કાયમ માટે હોય છે. જ્યારે એકવાર આ લોકો જગ્યા બનાવી લે છે તો તે જલદીથી જવાનું નામ લેતા નથી. તેનાથી છૂટકારો મેળવવા માટે આપણે લોકો હંમેશા બજારમાં મળી રહેલા જાત-જાતના જીવાણુનાશક સ્પ્રેનો ઉપયોગ કરીએ છીએ. પરંતુ તેની કોઇ અસર દેખાતી નથી અને મુશ્કેલીમાં વધારો થવા લાગે છે. જો તમે પણ ઘરમાં રહેલા મચ્છર, માખીઓ કે ઉંદરથી પરેશાન છો તો આજે અમે તમને કેટલાક ઘરેલું નુસખા જણાવીશું જે તમારે વધારે કામ લાગી શકે છે.
માંખીથી છૂટકારો મેળવવા
– થોડાક લવિંગ લઇને તેન સફરજનમાં ભરાવી એવી રીતે રાખો જ્યાં માંખીઓ વધારે બેસે છે. તેનાથી માંખીઓ હંમેશા માટે દૂર રહેશે.
– તુલસીનો છોડ લગાવવાથી પણ ઘરમાં માંખીઓ નજર આવતી નથી. જેથી તમારા ઘરમાં તુલસીનો છોડ જરૂરથી લગાવો.
– રૂમમાં કપૂર સળગાવો અને તેનો ધૂમાડો આખા ઘરમાં ફેલાવો. આમ કરવાથી માંખીઓથી છૂટકારો મળી શકે છે.
ઘરોળીથી છૂટકારો મેળવો
– જો તમારા ઘમાં ઘરોળી નજરે પડી રહી છે તો ઘરના દરવાજા અને દિવાલ પર લસણની કળી લટકાવી દો. જેથી ઘરોળી દૂર જતી રહેશે.
– પાણીમાં કાળી મરીનો પાઉડર ઉમેરી બરાબર મિક્સ કરી દો . તેને એક સ્પ્રે બોટલમાં ભરીને ઘરના ખૂણાઓમાં છાંટી દો.
કીડીઓથી છૂટકારો મેળવો
– વ્હાઇટ વિનેગરને એક પાણી વાળી ડોલમાં ઉમેરો. તે પાણીથી ઘરમાં પોતું કરો. જેથી કીડીઓથી છૂટકારો મળી શકે છે.
– તે પોતું કરવાના પાણીમાં પેપરમિંટના થોડાક ટિંપા ઉમેરી લગાવો જેથી પણ કીડીઓ છૂ જઇ જશે.
– તજના પાનને ઘરના ઘરના ખૂણા-ખૂણામાં રાખવાથી કીડીઓ દૂર રહે છે.
ઉંદરથી મેળવો છૂટકારો
જો ઘરમાં ઉંદર દેખાઇ રહ્યા છે તો તેને કોટન (રૂ) પર પેપરમિન્ટ ઓઇલ લગાવીને તેને ઉંદરે જ્યાં ખાડા કર્યા છે ત્યાં મૂકી દો.
– ફુદીનાના પાનને પીસીને તે જગ્યા પર રાખો જ્યાં વધારે ઉંદર જોવા મળે છે.
– તે સિવાય ડુંગળીની સુગંધથી પણ ઉંદર દૂર થઇ જાય છે. ડુંગળીની સ્લાઇસ કટ કરીને ઉંદરે જ્યાં ખાડા કર્યા છે. ત્યાં રાખી દો.
વંદાથી મેળવો છૂટકારો
– વંદા કેટલીક વાર ઘરમાં જોવા મળે છે. એવામાં પાણીમાં બેકિંગ સોડો મિક્સ કરીને પોતું કરો. આમ કરવાથી વંદાથી છૂટકારો મળી શકે છે.
– તિજોરી અને બારીમાં બોરેક્સ પાઉડર છાંટવાથી પણ વંદાથી છૂટકારો મળી શકે છે.
– લવિંગથી પણ વંદાઓ દૂર થાય છે જેના માટે ઘરના ખૂણામાં લવિંગ રાખી મૂકો. આમ કરવાથી વંદાથી છૂટકારો મળે છે.
No comments:
Post a Comment