દેશભરમાં ગઇકાલે હોળીનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવ્યો. બોલિવુડના કલાકારોએ પણ હોળીનાં તહેવારને ઘણો જ એન્જોય કર્યો હતો. અભિનેતા રણવીર સિંહે અમેરિકન સિંગર ફૈરેલ વિલિયમ્સ માટે હોળી પાર્ટીનું આયોજન કર્યું હતું.
પાર્ટીમાં રણવીરસિંહે વ્હાઇટ કુરતો-પાયજામો પહેર્યો હતો અને ઉપર વ્હાઇટ જૈકેટ પહેર્યું હતું. તો બીજી તરફ ફૈરેલ વિલિયમ્સ વ્હાઇટ અને બ્લેક કપડામાં જોવા મળ્યા હતા. રણવીરે હોળી પાર્ટીમાં ઘણો આનંદ કર્યો હતો અને ભરપૂર હોળી રમ્યા હતા.
સોશ્યલ મીડિયા પર રણવીરનાં હોળી પાર્ટીનાં ફોટો ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. તો ‘જય જય શિવ શંકર’ ગીત પર રણવીરનો ડાન્સ કરતો વિડીયો પણ વાયરલ થઇ રહ્યો છે.
અમેરિકન રૈપર, સિંગર અને પ્રોડ્યુસર ફૈરેલ વિલિયમ્સ હોળી સેલિબ્રેશન અને એક કપડાની બ્રાન્ડનાં એમ્બેસેડર હોવાનાં કારણે ભારત આવ્યા છે. આ બ્રાન્ડનું નવું કલેક્શન રંગોને આધારિત છે. આ કારણે ફૈરેલ ભારત આવ્યા છે. આપને જણાવી દઇએ કે રણવીરસિંહ પણ એજ બ્રાન્ડના બ્રાન્ડ એમ્બેસેડર છે.
No comments:
Post a Comment