Saturday, 3 March 2018

ડેબિટ કાર્ડથી રેલ ટિકિટ બુક કરવા પર મળશે ‘આ’ છૂટ

debit card swipe machine
ડેબિટ કાર્ડની મદદથી ટિકિટ બુક કરાવનાર ગ્રાહકો માટે રેલ્વેએ રાહતની ઘોષણા કરી છે. તાજા નિર્ણય અનુસાર ડાબિટ કાર્ડથી ટિકિટ બુકિંગ પર મર્ચેન્ટ ડિસ્કાઉન્ટ રેટ ચાર્ઝ લાગશે નહી. આ વ્યવસ્થા કાઉન્ટર પરથી ટિકિટ ખરિદવાની સાથે આઇઆરસીટીસીની વેબસાઇટના માધ્યમથી ટિકિટ ખરિદવાવાળાઓ પર પણ લાગૂ પડશે. રેલ્વેનું કહેવું છે કે, આથી ડિજિટલ અને કેશલેશ લેવડ-દેવડ પ્રોત્સાહન મળશે.

ઇન્ડિયન રેલવે પ્રવક્તાએ જણાવ્યું કે, જો 1 લાખ રૂપિયા સુધીની કિંમત્તની ટિકિટ તમે ખરિદવા જાવ છો તો રેલ યાત્રીને કોઈ વધારાના શુલ્કની જરૂર પડશે નહીં. રેલ્વેનું કહેવુ છે કે, આ મામલામાં નાણા મંત્રાલયે ખર્ચ વિભાગે આ મામલામાં બેંકો માટે નિર્દેશ જાહેર કરી દીધા છે.

અનરિઝર્વ ટિકિટ પર સ્થાનિક ભાષામાં માહિતી
રેલ્વેનું કહેવું છે કે, તેમના અનરિઝર્વ ટિકિટ પર સ્થાનિક ભાષામાં માહિતી આપવાનું શરૂ કર્યુ છે. જેની શરૂઆત કન્નડ ભાષાથી કરી છે. રેલ્વેનું કહેવું છે કે, તેમણે તેની સરૂઆત મૈસૂર, હુબલી અને બેંગલુરૂ સ્ટેશનોથી કરી છે. હેવ કર્ણાટકનાં અન્ય રેલ્વે સ્ટેશનોથી વેચાણ થનાર અનરિઝર્વ ટિકિટો પર પણ સ્થાનિક ભાષામાં માહિતી છાપવામાં આવશે.

No comments:

Post a Comment